- માગાસર સુદ પૂનમના દર્શન કરવા માટે ભક્તો શામળાજી મંદિરે ઉમટ્યા
- કોરોના અંતર્ગત નિયમોના પાલન સાથે ભક્તોને દર્શન કરવા પ્રવેશ
- શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા
અરવલ્લીઃકોરોના કાળ બાદસુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે માગસર સુદ પૂનમને લઈ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. કોરોના અંતર્ગત નિયમોના પાલન સાથે ભક્તોને દર્શન કરવા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા
શામળાજીમાં ભગવાન કૃષ્ણના દર્શન કરવાનું અનેરૂ મહત્વ હોય છે, ત્યારે માગસર સુદ પૂનમના દિવસે અરવલ્લીની ગીરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. શામળાજી મંદિર જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા હતા. ભગવાનને સુંદર વાઘો, હીરા મોતી અને સોનાના અભુષણોથી શણગારવામાં આવ્યા હતા. ભગવાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતાં.