- મોડાસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરાઈ વરણી
- પ્રમુખ તરીકે જલ્પા ભાવસારની તેમજ ઉપપ્રમુખ તરીકે રાકેશ મહેતાની વરણી
- બાયડ નગરપાલિકામાં સ્નેહલ પટેલ તેમજ ગાયત્રી પટેલની વરણી કરાઈ
મોડાસા: અરવલ્લી જિલ્લાની મોડાસા અને બાયડ નગરપાલિકામાં મંગળવારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં મોડાસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે જલ્પા ભાવસાર અને ઉપપ્રમુખ તરીકે રાકેશ મહેતાની બહુમતીથી વરણી કરવામાં આવી હતી. જ્યારે, બાયડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે સ્નેહલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગાયત્રી પટેલની બહુમતીથી વરણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:અરવલ્લીના મોડાસામાં નાગરીક બેન્કની ચૂંટણી યોજાઈ