અરવલ્લી: જિલ્લાના ભિલોડા અને મેઘરજના સરહદી ગામોમાં રણતીડ આવવાની સંભાવનાને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને રણ તીડની ઓળખ અને તેના નિયંત્રણ અંગે માર્ગદર્શન પુરૂ પડવામાં આવ્યું હતું. તાજેતરમાં મળતા અહેવાલ અનુસાર, ગુજરાતના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં રણ તીડના ટોળા આવીવાની શક્યતાને ધ્યાને રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે ભિલોડા અને મેઘરજ તાલુકાના 28 ગામોમાં કૃષિ વિભાગે 10 ટીમો બનાવી રણ તીડના નિયંત્રણ અંગેની કામગીરી હાથ ધરી છે.
ભિલોડા-મેઘરજ તાલુકાના ગામોમાં રણતીડને લઈને ખેતીવાડી વિભાગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું - Megharaj
અરવલ્લી જિલ્લાના ભિલોડા-મેઘરજ તાલુકાના 28 ગામોમાં રણ તીડના જોખમને કારણે ખેતીવાડી વિભાગે ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડ્યુંં હતું. આ માટે 10 ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.
અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી એ. કે પટેલે જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં 18 હજાર હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ રણ તીડથી નુકસાનીની શક્યતા ખુબ ઓછી છે. તેમ છતાં તીડ ઉપદ્રવ જોવા મળે તો રણ તીડના નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અને ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવાનું સમગ્ર આયોજન પરિપૂર્ણ કરવામાં આવ્યું છે.
જેમાં ખેડૂતોએ સરહદી ગામોમાં રણ તીડ જોવા મળે તો રણ તીડ કઈ દિશામાંથી આવ્યા છે, કેટલા વિસ્તારમાં તીડ બેઠા છે, કયાં ગામની સીમમાં બેઠા છે, તે અંગેની માહિતી કૃષિ વિભાગના કંટ્રોલ રૂમ 02774-250030 પર જાણ કરવાનું સુચન કરવામાં આવ્યું છે..