આ અંગે હસમુખ સક્સેનાએ અનુસૂચિત અયોગ્ય દિલ્હી, ગુજરાત હાઈકોર્ટ, રાજ્યપાલ,મુખ્યપ્રધાન,ગૃહ પ્રધાન, રાજ્ય પોલીસવડા,જિલ્લા પોલીસવડા અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લેખિત જાણ કરી હોવાનું જણાવ્યુ હતુ. વઘુમાં જણાવ્યુ કહ્યુ કે, ફરિયાદ નહિ નોંધવામાં આવે તો અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખંભીસરના વરઘોડામાં થયેલા ઘર્ષણ મામલે DYSP સામે ગુન્હો નોંધવા માંગ - DYSP સામે ગુન્હો નોંધવા માંગ
મોડાસાઃ તાલુકાના ખંભીસર ગામમાં અનુસુચીત જાતિના વરધોડા મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હાજરી પુરાવા પહોંચેલા હસમુખ સક્સેનાએ DYSP ફાલ્ગુનીબેન પટેલ, મહિલા PSI ચાવડા અને કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ અને મારી નાખવાનો પ્રયત્ન કરાતા તેની અંતર્ગત સંવિધાન મુજબ ગુન્હો નોંધવાની માંગ કરી હતી.
વરઘોડો ઘર્ષણ મામલો
નોંધનીય છે કે, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત 4 શખ્શો અને 300ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. હસમુખ સક્સેના હોસ્પિટલમાં સારવાર લીધા પછી આત્મસમર્પણ કરતા થોડા દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર છુટ્યા હાત.