- અરવલ્લી જિલ્લામાં અનામત સંગઠનોની માગ
- અનુસૂચિત જાતિને અન્યાય થયાની રજૂઆત
- અનામતની બેઠકોની યોગ્ય અમલવારીની માગણી કરી
- સંવિધાનિક અનામત બેઠકોમાં સંખ્યાના અનુપાતમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ
મોડાસાઃ તાજેતરમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જેમાં 1382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જોકે આ ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં અનુ. જાતિ, અનુ. જનજાતિ અને બક્ષીપંચની સંવિધાનિક અનામત બેઠકોમાં સંખ્યાના અનુપાતમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીના વિવિધ અનામત સંગઠનોએ આ અંગે કલેકટરને આવેદનપત્ર આપી સંવિધાનિક રીતે અનામત નીતિનું પાલન કરાવવાની માગ કરી હતી. સાથે જ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે અનામત ઉમેદવારોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો ટૂંકસમયમાં ગુજરાતના તમામ અનામત વર્ગો દ્વારા આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ LRD મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું નિવેદન, કહ્યું-પોલીસમાં 11,000 નવી ભરતી થવાની છે