ટેકાના ભાવે ખરીદાયેલ ઘઉંની ચૂકવણીમાં વિલંબ, ખેડૂતો ચિંતામાં
ખેડૂતો માટે પોતાના પાકનું સમયસર વેચાણ અને તેની ચૂકવણી ઘણી મહત્ત્વની બની રહે છે કારણ કે આગળ લેવાના પાક માટેની વિવિધ તૈયારીઓ તેનાથી શરુ થાય છે. ત્યારે અરવલ્લીના ઘઉં વેચનારા ખેડૂતોને તેમના માલનું ચૂકવણું નહીં થતાં ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.
ટેકાના ભાવે ખરીદાયેલ ઘઉંની ચૂકવણીમાં વિલંબ, ખેડૂતો ચિંતામાં
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં સરકાર દ્રારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. તંત્ર દ્રારા પાંચ કરોડથી વધુની કિંમતના ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જોકે તેની સામે માત્ર પોણા બે કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે . તંત્ર દ્રારા ચૂકવાણી વિલંબ કરવામાં આવતા ખેડૂતો નિરાશ થયાં છે. જિલ્લા પુરવઠા અધિકારી એસ.જી.પરમારે ટેકાના ભાવે ખરીદાયેલ ઘઉં તેમ જ ખેડૂતોને થયેલ ચૂકવણી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.