ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો - found

અરવલ્લીઃ મોડાસામાં આવેલા અયોધ્યાપુરી સોસાયટીની ખુલ્લી જગ્યામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળ્યાની વાત વિજળી વેગે નગરમાં પ્રસરતા કુતૂહલ વશ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

અજાણ્યા યુવકનો મૃતદેહ

By

Published : Jul 21, 2019, 6:45 PM IST

મોડાસાના મેઘરજ રોડ ચોકડી નજીક બાયપાસ રોડ પર આવેલ અયોધ્યાપુરી સોસાયટીની બાજુમાં નવનિર્મિત ફ્લોરેટ સીટીની ખુલ્લી જગ્યા આવેલી છે. જ્યાંથી આજે સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા લાગે છે કે, આ ઘટનાને એક-બે દિવસ વિતી ગયા છે. શ્રમજીવી જેવા દેખાતા અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પોસમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડવામાં આવી વધુ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો

ABOUT THE AUTHOR

...view details