- ઉનાળામાં ગરમીના કારણે આગ લાગવાની ઘટનામાં વધારો
- જંગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને નુકસાન
- અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં ત્રણ આગની ઘટનાઓ
અરવલ્લી : ઉનાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનનો પારો ઉંચો જતા અરવલ્લીના જંગલોમાં આગની ઘટનાઓ ઘટી રહી છે. મોડાસાના સાકરીયા નજીક ગોરીટીંબાના જંગલમાં એકાએક આગ લાગી હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, વનરાજીને મોટું નુકસાન થયુ હતું. આ ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે. જે બાદ સોમવારના રોજ મોડાસાના કુડોલ અને અણીયોર મુવાડાના જંગલમાં ભીષણ આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી આગ ન પ્રસરે તે માટે વન વિભાગના કર્મચારીઓ એ તાત્કલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો -મોટીમારડ ગામમાં ઘઉંના ઉભા પાકમાં લાગી આગ
આગ લાગતા તૈયાર પાક બળીને ખાખ
બાયડ તાલુકાના આકરૂંદ ગામ નજીક ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. આ આગ ઘઉંના તૈયાર પાકમાં પ્રસરતાં પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ આગને પગલે આસપાસમાંથી ખેડૂતોએ આગને માટી અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં સમગ્ર ખેતરનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.