ગુજરાત

gujarat

ETV Bharat / state

CRPFના જવાન દસ વર્ષથી છે લાપતા, પરિવારની હાલત કફોડી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામના CRPFની 73 બટાલિયનમાં ફરજ બજાવતા કોદરભાઈ છેલ્લા 11 વર્ષથી લાપાતા છે. તેમની શોધ માટે તેમના પરિવારજનો કચેરીઓના ચક્કર લગાવી નિરાશ થયા છે. ઘરના મોભીનું અચાનક વિખુટા પડી જવાથી પત્ની અને ચાર બાળકો નિરાધાર થઇ ગયા છે. આવો જાણિએ આ ETV BHARATના આ વિશેષ અહેવાલમાં…

By

Published : Sep 19, 2020, 10:31 PM IST

CRPFના જવાન દસ વર્ષથી છે લાપતા, પરિવારની હાલત કફોડી
CRPFના જવાન દસ વર્ષથી છે લાપતા, પરિવારની હાલત કફોડી

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામના કોદરભાઈ ખાંટ 1992માં 16 વર્ષની ઉંમેરે CRPFમાં ભરતી થયા હતા. ત્યારબાદ વર્ષ 2009માં તેઓ શ્રીનગર ફરજ બજાવતા હતા, તે દરમ્યાન તબિયત બગડવા લાગી, જેથી તેઓ રજા લઇ ઘરે આવી ગયા હતા. તેમની બિમારી વધતા પરિવારજનોએ ગાંધીનગર CRPFમાં જાણ કરતા, કોદરભાઈને સારવાર માટે દિલ્હીની CRPFની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

CRPFના જવાન દસ વર્ષથી છે લાપતા, પરિવારની હાલત કફોડી

જોકે ત્રીસ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં કોઇને જાણ કર્યા વિના કોદરભાઈ નિકળી ગયા હતા. CRPFમાંથી ફોન આવતા પરિવારજનોને જાણ થઇ કે કોદરભાઈ હોસ્પિટલમાંથી ક્યાંક ચાલ્યા ગયા છે. CRPFની કચેરીમાંથી પરિવારજનોને જણાવામાં આવ્યુ કે, કોદરભાઈ જ્યારે આવે ત્યારે તેઓને પરત મોકલવા. થોડાક દિવસ પછી કોદરભાઇ ઘરે આવી પહોચતા ઓફિસથી મળેલ સુચના મુજબ પરિવારજનોએ કોદરભાઈને દિલ્હી મોકલવા માટેની વ્યવસ્થા કરી હતી. આ માટે પરિવારજનો કોદરભાઇને શામળાજી સુધી મુકવા પણ ગયા હતા. કોદરભાઈનો છેલ્લો કોલ ઇડરથી આવ્યો અને ત્યારબાદ કોદરબાઈનો કોઇ જ સંપર્ક નથી થયો, જે વાતને આજે દસ વર્ષ વિતી ગયા છે.

કોદરભાઇનું અચાનક પરિવારથી વિખૂટું પડી જવાથી તેમના પત્ની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘરના મોભી વિના બે છેડા ભેગા કરવા માટે કોકીબેન ખેતરમાં મજૂરી અને ઢોર-ઢાંખરનું કામ કરે છે. જોકે મોંધવારીમાં ચાર બાળકોને ભણાવવા સહિતનો ખર્ચ કાઢવો પણ કઠિન બન્યું છે. કોદરભાઈ પગાર સહિત પ્રોવિડન ફંડ પણ અટકી પડ્યું છે. આ અંગે પોલિસ સત્વરે કામગીરી કરે તો પરિવારજનોને આર્થિક મદદ મળી શકે એમ છે.

છેલ્લા 10 વર્ષથી કોદરભાઈના ભાઈ ઉદાભાઈ ફાઈલ લઇને મેઘરજ પોલિસ સ્ટેશનના ચક્કર લગાવે છે. પરંતુ કોઇ પરિણામ મળ્યુ નથી. કોદરભાઇએ સરહદ પર દેશની રક્ષા માટે 17 વર્ષ ફરજ બજાવી, પરંતુ આજે તેમના પરિવારજનોને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details