- ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 50 ટકા ઓછો વરસાદ નોધાયો
- જિલ્લામાં ખેતી માટે જળાશયો જીવાદોરી સમાન
- પૂરતો વરસાદ ન થવાના પગલે મગફળી તેમજ કપાસમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થયો
અરવલ્લી: જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 50 ટકા ઓછો વરસાદ (Low rainfall in Aravalli) નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટ માસના અંત સુધીમાં લગભગ 70 ટકા જેટલો વરસાદ વરસતા જિલ્લાના જળાશયો પાણીથી છલોછલ હતા. આ વર્ષે માત્ર 21 ટકા વરસાદ થતાં જણાવશોમાં ખૂબ જ ઓછું પાણી છે. જિલ્લામાં ખેતી માટે જળાશયો જીવાદોરી સમાન છે. ગત વર્ષે શિયાળા અને ઉનાળામાં જિલ્લાના જળાશયોમાંથી નિયમિત પાણી મળતા મગફળી કપાસ અને બટાકાનું નોંધપાત્ર ઉત્પાદન થયું હતું. આ વર્ષે પૂરતો વરસાદ ન થવાના પગલે મગફળી તેમજ કપાસમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે.
આ પણ વાંચો: રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી