અરવલ્લી દુષ્કર્મ કેસઃ કોર્ટે 3 આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર - કોર્ટે આરોપીઓના 5 દિવસના રીમાંડ મંજુર કર્યા
અરવલ્લીઃ મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે 1 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓને સેંસન્સ કોર્ટમાં રજૂ કરી રીમાંન્ડ માંગવામાં આવ્યા હતા.
મોડાસાના સાયરા ગામે યુવતીના મોત મામલે કોર્ટે આરોપીઓના 5 દિવસના રીમાંડ મંજુર કર્યા
પોલીસે આ કેસમાં 14 દીવસના રીમાન્ડ માંગ્યા હતા. જો કેસ, કોર્ટે ફકત 5 દિવસના રીમાંડ મંજૂર કર્યા છે. પોલીસે તપાસમાં સહકાર નહી આપતા હોવાને લઈ અને આરોપીઓએ પીડા ગુજારેલા ઘટના સ્થળ દર્શાવ્યુ નહી અને ફોરેન્સીક તપાસ કરવાનું કારણ દર્શાવી રીમાન્ડ માંગ્યા હતા. આ ઉપરાંત અન્ય કારનો પણ અપહરણ માટે ઉપયોગ કર્યો છે કે, કેમ તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.