ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં કોરોના વોરિયર્સ બન્યા કોરોના દર્દીના સ્વજન, કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી

અરવલ્લી જિલ્લાના મોડાસાની કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે, જ્યા દર્દીઓને તણાવ મુક્ત રાખવા નિયમત યોગા, પ્રાર્થના તેમજ ઇનડોર ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ વચ્ચે એક દર્દીનો જન્મ દિવસ હોવાથી કોવીડ વાર્ડમાં તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર્સ અને નર્સસીઝ કેક લાવી ઉજવણી કરી દર્દીના સ્વજન બન્યા હતા.

મોડાસામાં કોરોના વોરિયર્સ બન્યા કોરોના દર્દીના સ્વજન
મોડાસામાં કોરોના વોરિયર્સ બન્યા કોરોના દર્દીના સ્વજન

By

Published : Dec 16, 2020, 6:48 PM IST

Updated : Dec 16, 2020, 7:08 PM IST

  • મોડાસાની કોવીડ હોસ્પિટલમાં કોરોના દર્દીના જન્મ દિવસની ઉજવણી કરાઈ
  • કોરોના વોરિયર્સે કરી કેક કાપી કોરોના દર્દીના જન્મ દિવસની ઉજવણી
  • અરવલ્લીમાં કોરોનાના કુલ 763 પોઝિટિવ કેસ નોંધાયા

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાની કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાં 47 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દી મહેન્દ્ર રાઠોડનો જન્મ દિવસ હતો. આ અંગેની જાણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર્સ, નર્સસીઝ અને અન્ય સ્ટાફને થતા તેઓ દ્વારા કેક લાવી તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વોરિયર્સે જન્મ દિવસના ગીત સાથે તાળીઓ વગાડી ઉજવણી કરી હતી. હોસ્પિટલના સ્ટાફે કોરોના પોઝિટિવ દર્દીને હૂંફ આપી તેમના માટે એક યાદગાર પ્રસંગ બનાવ્યો હતો.

અરવલ્લીમાં કોરોનાની આંકડાકીય માહિતી

જિલ્લામાં આજદિન સુધી કોરોના વાઈરસના 763 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી કુલ 650 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના કુલ 32 પોઝિટિવ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 22 તેમજ સીવીલ હોસ્પીટલ હિમતનગરમાં 07 અને અમદાવાદ હોસ્પિટલમાં 01 તેમજ હોમઆઇસોલેશનમાં 02 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

મોડાસાની કોવીડ હોસ્પિટલમાં કોરોના દર્દીના જન્મ દિવસની ઉજવણી કરાઈ
Last Updated : Dec 16, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details