- અરવલ્લીમાં ખાનગી તબીબોને કોરોના વેકસિનેશન કરાયું
- વિવિધ ફેકલ્ટીના ડૉક્ટર્સ દ્વારા લેવામાં આવી વેક્સિન
- ડોક્ટર્સે કરી અપીલ, કહ્યું- વેક્સિન સુરક્ષિત છે
મોડાસા/ અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં ખાનગી તબીબોને કોરોના વેકસીનેશન કરવામાં આવ્યુ હતું. જેમાં મોડાસા નગરના અલગ-અલગ ફેકલ્ટીના ડૉક્ટર્સ દ્વારા વેક્સિન લેવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિન માટે ખાનગી ડોક્ટરની ટીમ આવી પહોંચી હતી. નગરના ખાનગી તબીબોને મેસેજ કરી હેલ્થ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. નગરના ડૉક્ટર્સે કોરોના વેક્સિનને લઈને ઉડતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. આ સાથે જ ડોક્ટરની ટીમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, વેક્સિનેશન ખૂબ જ સુરક્ષિત છે. અરવલ્લી જિલ્લાના ખ્યાતનામ ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર ઘનશ્યામ શાહે રસી લીધા પછી ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.