- અરવલ્લીમાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા
- 41 દર્દીઓ હાલ સારવાર હેઠળ
- આરોગ્યની 53 ટીમો દ્વારા સર્વે કરાયો
અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં શનિવારે 17 કેસ નોંધાયા બાદ રવિવારના રોજ 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક 672 પર પહોંચ્યો છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા મોડાસામાં 8 તેમજ મેઘરજ તાલુકામાં 01 કેસ નોંધાયો
રવિવારે નોંધાયેલા કેસમાં મોડાસા નગરમાં 03, મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં 05 તેમજ મેઘરજ તાલુકામાં 01 પોઝિટિવ કેસ નોધાયો છે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 22, વાત્રક જનરલ હોસ્પિટલમાં 04, અમદાવાદ હોસ્પિટલમા 03 તેમજ સીવીલ હોસ્પીટલ હિમતનગરમાં 03 પોઝિટિવ દર્દી હાલ સારવાર હેઠળ છે, જ્યારે હોમ આઇસોલેશનમાં 09 દર્દીઓ સારવાર હેઠળ છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા
410 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં
નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા હોય તેવા વિસ્તારમાં આરોગ્યની 53 ટીમો દ્વારા 1187 ઘરોની મુલાકત લઇ 5547 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 410 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.