- અરવલ્લીમાં વધુ 5 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થતા કુલ આંક 697 પર પહોંચ્યો
- 45 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.
- જિલ્લાના ત્રણ પોલીસ ઇન્સપેકટર કોરોનાગ્રસ્ત થયા
અરવલ્લીઃ જિલ્લામાં શુક્રવારના રોજ પાંચ વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના દર્દીઓ આંક 697 પર પહોંચ્યો છે. શુક્રવારના રોજ મોડાસા નગરમાં 3 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 તેમજ માલપુર નગરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અરવલ્લીમાં વધુ પાંચ વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા ત્રણ PI કોરોનાગ્રસ્ત થયા
નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ PI કોરોનામાં સપડાતા હોમ ક્વોરેન્ટાઇન થયા છે. જિલ્લા પોલીસ ભવનમાં અને ટાઉન પોલીસ સ્ટેશનમાં કોરોનાએ પગ પેસરો કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં કોરોનાનો ભય પેદા થયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામાગીરી
આરોગ્ય વિભાગ દ્વારા નિયંત્રિત વિસ્તારમાં સર્વેની કામાગીરી કરવામાં આવી હતી. જેમાંથી 485 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે પોઝિટિવ કેસ વાળા નિયંત્રિત વિસ્તારમાં આરોગ્યની 71 ટીમો દ્વારા 1489 ઘરોના 6970 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી કરવામાં આવી હતી.
પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા
પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 485 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 26, વાત્રક જનરલ હોસ્પિટલમાં 3 અમદાવાદ હોસ્પિટલમા 3, સિવિલ હોસ્પિટલ હિમતનગર 5 તેમજ હોમ આઇસોલેશન 8 દર્દીઓ સારવાર હેઠળ છે.