- અરવલ્લીમાં કોવીડ-19ના 6 કેસ નોંધાયા
- ધનસુરા સિવાય જિલ્લાના તમામ તાલુકાઓમાં કેસ નોંધાયા
- અરવલ્લીમાં કુલ આંક 692 પર પહોંચ્યો
અરવલ્લીમાં કોવીડ-19ના 6 કેસ નોંધાયા, કુલ આંક 692 પર પહોંચ્યો - gujarat news
અરવલ્લી જિલ્લામાં ગરૂવારના રોજ 6 કોરોના પોઝીટીવ કેસ નોધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 692 પર પહોંચ્યો છે. જે પૈકી 576 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે. Covid-19ના 43 પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.
corona news update
અરવલ્લીમાં ગરૂવારના રોજ 6 વધુ કોરોના પોઝીટીવકેસ નોંધાતા જિલ્લામાં કોરોના દર્દીઓ આંક 692 પર પહોંચ્યો છે. ગરૂવારના રોજ મોડાસા નગરમાં 2, ભિલોડા તાલુકામાં 1, માલપુર તાલુકાના 1, બાયડ નગરમાં 1 તેમજ મેઘરજ તાલુકામાં 1 પોઝીટીવ કેસ નોંધાયા છે.