મોડાસા: તાલુકા આરોગ્ય કેન્દ્રોની 7થી 8 ટીમો દ્વારા પરીક્ષા કેન્દ્રો પર તપાસ કરવામાં આવી હતી. 42.5 ડિગ્રી તાપમાન વાળા હાઇ રિસ્ક વિધાર્થીઓને અલગ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે મોડાસામાં હાઈ રિસ્ક તાપમાનમાં એક પણ વિધાર્થી નોધાયો ન હતો.
કોરોના પ્રિકોશન: પરીક્ષાર્થીઓના તાપમાનની તપાસ કરાઈ, ઉકાળાનું વિતરણ કરાયું - નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળો
કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ રાજ્યમાં શોપિંગ મોલ, સ્કૂલ અને કોલેજ બે અઠવાડીયા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોવાથી તેને યથાવત રાખવામાં આવી છે. તકેદારીના પગલારૂપે દરેક પરિક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં જતા પહેલા થર્મલ સેન્સર મશીન દ્વારા વિધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી.
![કોરોના પ્રિકોશન: પરીક્ષાર્થીઓના તાપમાનની તપાસ કરાઈ, ઉકાળાનું વિતરણ કરાયું etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6431305-1039-6431305-1584365836674.jpg)
etv bharat
ઉકાળાનું વિતરણ કરાયું
બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોડાસા શહેરમાં આયુષ નિયામકની સુચનના સંદર્ભે અરવલ્લી આયુર્વેદ શાખા દ્વારા ડીપ વિસ્તારમાં, ગણપતી મંદિર નજીક માલપુર રોડ પર સાંઈ મંદિર અને મેઘરજ રોડ પર આવેલા ઉમિયા મંદિર નજીક શહેરીજનોને કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળો હોમિયોપેથી પ્રિવેન્ટીવ ડોઝ આપવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.