યુવતી સાથે મોબાઈલ ફોનથી સંપર્કમાં આવેલા મોરબીના જેનિસ સંદીપગીરી ગોસ્વામીએ યુવતીના ઘરે આવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. મોબાઈલ ફોનથી યુવતીને લગ્ન કરવા સહિતની લાલચ આપી શારીરિક સબંધો બાંધવા માટે મજબૂર કરાતા આ કિસ્સો અન્ય યુવતીઓ માટે ચેતવણી બન્યો છે. બનાવ અંગે બાયડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચોંકવનારી ઘટના: સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ - The incident happened through social media in Aravalli
અરવલ્લી: સોશિયલ મીડિયાના જમાનામાં યુવક-યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી કંઈક અજુગતું બને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. યુવતીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી દુષ્કર્મ આચરવાના બનાવો બનવા છતાં વધુને વધુ યુવતીઓ અજાણ્યા યુવકના સંપર્કમાં આવી શિકાર બની રહી છે.
બાયડ તાલુકાના એક ગામમાં રહેતા એક પરિવારની યુવતી મોબાઈલ ફોનના માધ્યમથી મોરબીમાં કલર ફેક્ટરીમાં રહેતા જેનિસ ગોસ્વામીના સંપર્કમાં આવી હતી. જેમાં બંન્ને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાયા પછી યુવક અને યુવતી એકબીજાના ઘરે આવતો જતો હતો. જેમાં 24 ઓક્ટોબરે મોરબીનો યુવાન ડેમાઈ આવ્યો હતો અને યુવતીના ઘરે જ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવકે શારીરિક સબંધો બાંધવા માટે યુવતીને દબાણ કરી અપશબ્દો બોલી સતત ધમકી આપતો હોવાથી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ હિંમત રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે બાયડ પોલીસે આરોપી જેનિસ સંદીપગીરી ગોસ્વામી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.