ગુજરાત

gujarat

ETV Bharat / state

Constitution Day 2021: સીએમે કહ્યું વડાપ્રધાન-રાષ્ટ્રપતિ પદે સામાન્ય વ્યક્તિઓ પહોંચ્યાં તે બંધારણની ભેટ છે - બંધારણ દિવસ 2021

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસ નિમિત્તે ( Constitution Day 2021 ) અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની (Samvidhan Yatra 2021) મુલાકાત ( CM Bhupendra Patel in Arvalli ) લીધી હતી. તેમણે મોડાસા ખાતે આવેલા કમલમ ખાતે ભાજપના કાર્યકરોને સંબોધ્યા હતાં. અહીં તેમણે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પદ પર હાલમાં બિરાજી રહેલાં મહાનુભાવોને લઇને બાબાસાહેબ આંબેડકર પ્રત્યે આદરભર્યો અભિપ્રાય ( CM Bhupendra Patel's opinion about Babasaheb Ambedkar ) વ્યક્ત કર્યો હતો.

Constitution Day 2021: સીએમે કહ્યું વડાપ્રધાન-રાષ્ટ્રપતિ પદે સામાન્ય વ્યક્તિઓ પહોંચ્યાં તે બંધારણની ભેટ છે
Constitution Day 2021: સીએમે કહ્યું વડાપ્રધાન-રાષ્ટ્રપતિ પદે સામાન્ય વ્યક્તિઓ પહોંચ્યાં તે બંધારણની ભેટ છે

By

Published : Nov 26, 2021, 6:12 PM IST

  • બંધારણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં મુખ્યપ્રધાન
  • બંધારણની રચનામાં બાબાસાહેબ આંબેડકરનો અમૂલ્ય ફાળોઃ સીએમ
  • બાબાસાહેબ આંબેડકર પ્રત્યેનો આદરભાવ અનોખી રીતે વ્યક્ત કર્યો

મોડાસાઃસંવિધાનદિવસ (Constitution Day 2021) નિમિત્તે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાની મુલાકાતે ( CM Bhupendra Patel in Arvalli ) આવ્યાં હતાં. મોડાસાના ડુંગરી વિસ્તારમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી ભાજપ દ્વારા આયોજિત સંવિધાન ગૌરવ યાત્રામાં જોડાયાં હતાં. ત્યારબાદ કમલમ ખાતે પક્ષના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે બંધારણની રચનામાં બાબાસાહેબ આંબેડકરનો અમૂલ્ય ફાળો છે. તેમણે જણાવ્યું હતું કે આજે સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓ દેશના વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ બન્યા છે જેનું શ્રેય બંધારણને જાય છે અને તેથી બાબાસાહેબ પ્રત્યે તેમને ખૂબ જ ( CM Bhupendra Patel's opinion about Babasaheb Ambedkar ) આદરભાવ છે.

મોડાસાના કમલમ ખાતે સીએમ બંધારણ દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં

આજનો દિવસ આ માટે ખાસ છે

આજે સ્વતંત્ર ભારતના બંધારણનો 73મો જન્મ દિવસ (73 Birthday of Indian Constitution) મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1949ની 26 નવેમ્બરના દિવસે કાયદાના વિદ્વાન ડો.બાબાસાહેબ આંબેડકર (Dr.Babasaheb Ambedkar)ની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી કમિટી દ્વારા ભારતના બંધારણને ઘડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બંધારણીય કમિટીમાં ભારતના વિદ્વાન કાયદા શાસ્ત્રીઓની સાથે શિક્ષણશાસ્ત્રીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ કમિટી દ્વારા ખૂબ જ મનોમંથન બાદ સ્વતંત્ર ભારતમાં વસતા તમામ નાગરિકો અને તમામ ધર્મો પ્રત્યે ભેદભાવ રાખ્યા વગર વાણીથી લઈને વ્યક્તિ સ્વતંત્ર અને ધર્મ સુધીના અધિકારો આપતું બંધારણ, બંધારણીય સભાને સુપરત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1950ની 26મી જાન્યુઆરીના દિવસે બંધારણીય સભાને સુપરત કરવામાં આવેલું લિખિત બંધારણ સ્વતંત્ર ભારતના બંધારણ તરીકે અમલમાં આવ્યું ત્યારથી 26મી નવેમ્બરના દિવસે દેશના બંધારણનો જન્મદિવસ (Constitution Day of India ) મનાવવાની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Samvidhan Yatra 2021: ભાજપ 8 મહાનગર અને 33 જિલ્લામાં 6 ડિસેમ્બર સુધી યોજશે યાત્રા, આજથી પ્રારંભ

આ પણ વાંચોઃ CONSTITUTION DAY 2021: ચારિત્ર્ય ગુમાવનાર પક્ષો લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરશેઃ વડાપ્રધાન મોદી

ABOUT THE AUTHOR

...view details