ફરિયાદીને અન્ય કેસમાં ન સંડોવવા માટે LIBના કોન્સ્ટેબલ ભરત ઝાલાએ 2 લાખની લાંચ માગી હતી. શનિવારના રોજ જીવણપુર નજીક લાંચની રકમ લઈને આવવા માટે જણાવ્યું હતું. જો કે, ફરીયાદીએ ACBને જાણ કરતા આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
પોલીસ કોન્સ્ટેબલે ACBને હાથ તાળી આપી, ટ્રેપની ગંધ આવી જતા લાંચની રકમ લઈ રફુચક્કર - જીવણપુર પાસે મેશ્વો નદી
અરવલ્લી: હજુ એક માસ અગાઉ મોડાસા ટાઉન PSI કે.ડી. ભ્રહ્મભટ્ટની એસ.બી.ટ્રેપ થયાની વાત હજી તાજી જ છે. ત્યાં જ વળી પોલીસ ખાતુ ભ્રષ્ટ છે. તેનો વધુ એક નમુનો સામે આવ્યો હતો. LIBના કોન્સ્ટેબલે ફરિયાદી પાસે 2 લાખની લાંચ માગી હતી. જે બાબતે ફરિયાદીએ ACB ગાંધીનગરને જાણ કરી હતી. જેના પગલે ACBએ ટ્રેપ ગોઠવી હતી. જો કે, આ કોન્સ્ટેબલને કોઇ અણસાર આવી જતા ફરિયાદીને જીવણપુર પાસે મેશ્વો નદીના પુલ પાસે ઉતારી દઇ 2 લાખની રકમ સાથે સ્કોડા કાર લઈને ફરાર થઈ ગયો હતો.
![પોલીસ કોન્સ્ટેબલે ACBને હાથ તાળી આપી, ટ્રેપની ગંધ આવી જતા લાંચની રકમ લઈ રફુચક્કર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4667151-thumbnail-3x2-po.jpg)
etv bharat
જેમાં ફરિયાદી નાણાં લઈને નિયત સમયે પહોંચ્યો હતો. અને પ્લાન મુજબ કોન્સ્ટેબલને નાણાં આપવા કારમાં ફરિયાદીને બેસાડી 2 લાખ રૂપિયા લેતા સમયે LIB કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાને ACB ટ્રેપની ગંધ આવી ગઇ હતી. તેણે ફરિયાદીને અધરસ્તે ઉતારી દઈ સ્કોડા કાર અંતરિયાળ માર્ગે હંકારી મૂકી હતી.