મોડાસા: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના ટાઉનહોલ પાસે કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ અને જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિહ પુવારની આગેવાની હેઠળ કલેકટરના મનસ્વી વર્તનના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિક ધરણા કર્યા હતા. જોકે, ધરણા સ્થળે પોલીસે પહોંચી કોંગ્રેસના 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
અરવલ્લી: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરોએ કર્યા ધરણા, પોલીસે અટકાયત કરી - congress
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના ટાઉનહોલ પાસે કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ અને જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિહ પુવારની આગેવાની હેઠળ કલેકટરના મનસ્વી વર્તનના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિક ધરણા કર્યા હતા. જોકે, ધરણા સ્થળે પોલીસે પહોંચી કોંગ્રેસના 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા બે દિવસથી કોંગ્રેસ કાર્યકરોએ આક્રમક તેવર અપનાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે વિકાસના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી બુધવારે કલેકટર ઓફિસની બહાર ધરણા કર્યા હતા.
મોડાસાના ચાર રસ્તા પર આવેલા ટાઉન હોલ પાસે ધારાસભ્ય જશુ પટેલ અને જિલ્લા કોંગ્રસ પ્રમુખ કમલેંદ્રસિહ પુવાર સહિત 50થી વધુ કોંગ્રેસના કાર્યકરો પ્રતિક ધરણા પર બેઠા હતા. જોકે, પોલીસે ધરણાના સ્થળે પહોંચીને ધારાસભ્ય સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. જશુ પટેલે તેમને અને તેમના પરિવારને જીવનું જોખમ હોવાની આશંકા વ્યકત કરી હતી.