ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ ધારાસભ્ય ઘવલસિંહ ઝાલાના રાજીનામા અંગે કોંગ્રેસ કાર્યકર્તા સંમેલન યોજાયું - Gujarati news

અરવલ્લીઃ જિલ્લાના બાયડ-માલપુર તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના રાજીનામા પગલે ટૂંક સમયમાં આ સીટ માટે પેટા ચૂંટણી યોજાશે. જેને લઇને બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને બાયડ-માલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બાયડ-માલપુરના કોંગ્રેસ ધારાસભ્ય ઘવલસિંહ ઝાલાના રાજીનામા પગલે કોંગ્રેસ કાર્યકર્તા સંમેલન યોજાયું

By

Published : Jul 13, 2019, 5:51 PM IST

બાયડ- માલપુર તાલુકામાં છેલ્લા બે ટર્મથી આયતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે. પરંતુ આ વખતે કાર્યકરો અને હોદ્દેદારોએ માગ કરી હતી કે, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. એટલે ગત વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવાર ધવલસિંહ ઝાલાને ટિકિટ મળતાં કોંગ્રેસના કેટલાંક સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો હતો. તેમ છતાં પક્ષહિતમાં કોંગ્રેસના નિર્ણયને માન્ય રાખી કાર્યકર્તાઓએ એકજુટ થઈ ધવલસિંહ ઝાલાને જ્વલંત વિજય અપાવ્યો હતો.

બાયડ-માલપુરના કોંગ્રેસ ધારાસભ્ય ઘવલસિંહ ઝાલાના રાજીનામા પગલે કોંગ્રેસ કાર્યકર્તા સંમેલન યોજાયું

જો કે, હવે ટૂંક સમયમાં ધવલસિંહ ઝાલા રાજીનામું આપવા જઇ રહ્યાં છે. તેથી બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને બાયડ-માલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અને એઆઈસીસીના રચનાત્મક કોંગ્રેસના ચેરમેન મધુસુદન મિસ્ત્રીની હાજર રહ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details