- ખેડૂત વિરોધી નીતિનો કોંગ્રેસ દ્વારા વિરોધ
- અરવલ્લી ખાતે પ્રતીક ધરણાંના કાર્યક્રમનું આયોજન
- કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અરવલ્લી : સરદાર પટેલ જન્મજ્યંતીના દિવસે કેન્દ્ર સરકારના કૃષિ બીલને કૃષિ વિરોધી ગણાવી ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ધરણા અને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જો કે, અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા સર્કિટ હાઉસથી જ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી
કૃષિ બીલના વિરોધમાં રેલી યોજતા 150થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કોંગ્રેસ પક્ષ દ્વારા કૃષિ બીલના વિરોધમાં ચાર રસ્તા ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન
અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સરદાર પટેલ જયંતી ઉજવણી અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિન મનાવામાં આવ્યો હતો . આ પ્રસંગે બન્ને મહાનુભવોને કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્વાજંલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દ્વારા કૃષિ બીલના વિરોધમાં ચાર રસ્તા ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
કોંગ્રેસના 150 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઇ
પ્રદર્શન યોજાય તે પહેલા જ સર્કિટ હાઉસથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસના 150 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, ધારાસાભ્ય રાજેન્દ્ર સિંહ ઠાકોર, શહેર પ્રમુખ ઇકાબલ ઇપ્રોલીયા, કોર્પોરેટર હમીદભાઇ ટીંટોઇયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ બીલનો વિરોધ કરવામાં આવ્યો
ભાવનગરના પિલગાર્ડનમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે આજે સરદાર પટેલની જન્મજયંતી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસના નેતાઓએ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બહાર નીકળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ કાર્યક્રમ આયોજન પૂર્વક નહીં પણ અચાનક સામે આવેલી પરિસ્થિતિને પગલે તાત્કાલિક કરવામાં આવ્યો હતો.
ખેડૂત વિરોધી નીતિ સામે પાટણમાં કોંગ્રેસના ધરણાં
કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને પગલે પાટણ કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા ખાતે પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.