અરવલ્લી: અરવલ્લીમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે હવે રાજનેતા પણ બિમારીમાં સપડાઈ રહ્યા છે. જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ કોરોનામાં સપડાતા તેમના સંપર્કમાં આવેલા લોકોમાં ભય ફેલાયો છે.
અરવલ્લી: કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ કોરોના પોઝિટિવ - કોંગ્રેસના ધારાસભ્ય
અરવલ્લીમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે હવે રાજનેતા પણ બિમારીમાં સપડાઈ રહ્યા છે. જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ કોરોનામાં સપડાતા તેમના સંપર્કમાં આવેલા લોકોમાં ભય ફેલાયો છે.
કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ કોરોના પોઝિટિવ
વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવા અધ્યક્ષે સૂચના આપી હતી. જેના પગલે જશુ પટેલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગે ધરાસભ્યનું નામ જાહેર ન કરતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. હાલ અરવલ્લીમાં કોરોના દર્દીઓનો આંક 456 પર પહોંચ્યો છે.