ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં કોંગ્રેસનું જનવેદના સંમેલન યોજાયું - માવઠાથી નુકસાન

અરવલ્લીઃ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મોડાસા ચાર રસ્તા ખાતે ખેડૂતોના સમર્થનમાં ધરણા યોજી માવઠાથી નુકસાન, પાક વીમા મુદ્દે ન્યાય અપાવવા માંગ કરી હતી. આ સાથે જ આર્થિક મંદી અને અન્યો પ્રશ્નો બાબતે આંદોલન કરી રેલી યોજી હતી . દેશ અને ગુજરાતમાં ભાજપ અન્યાય કરે છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો.

મોડાસામાં કોંગ્રેસે જન વેદના સંમેલન યોજાયું

By

Published : Nov 11, 2019, 7:22 PM IST

મોડાસા ચાર રસ્તા ખાતે યોજાયેલ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણામાં કોંગ્રેસી અગ્રણીઓ, ત્રણે ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપ અને કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા હતા. “જન વેદના સંમેલન” માં મોદી સરકારમાં માત્ર ઝૂમલે બાઝી સિવાય કંઈ મળ્યું નથી. બેટી બચાવો પણ ભાજપથી બેટી બચાવોની સ્થિતિનું આજે નિર્માણ થયું છે. 6 વર્ષમાં મોદી સરકાર દ્વારા આપવામાં આવેલાં નારા માત્ર નારો જ રહ્યું હોવાનું જણાવ્યું હતું. રેલી સ્વરૂપે શહેરના મુખ્યમાર્ગો પર કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપની મોદી સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રોષ પ્રકટ કર્યો હતો.

મોડાસામાં કોંગ્રેસે જન વેદના સંમેલન યોજાયું

ABOUT THE AUTHOR

...view details