- કોંગ્રેસના કાર્યકરોએ યોજ્યા પ્રતિક ધરણા
- કલેક્ટર કચેરી સામે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા
- હોસ્પિટલની માગને લઇને યોજ્યા ધરણા
- પરવાનગી ન હોવા છતાં ધરણા યોજતા પોલીસે કાર્યકરોની ધરપકડ કરી
અરવલ્લીમાં હોસ્પિટલની માગ સાથે કોંગ્રેસે ધરણા કર્યા, પોલીસે તમામની ધરપકડ કરી
જિલ્લામાં સિવિલ હોસ્પિટલના આયોજન અંગે દસ દિવસમાં જવાબ મેળવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે સમય વિતી ગયો હોવા છતાં પ્રત્યુતર ન મળતા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ કલેકટર કચેરીની સામે પ્રતિક ધરણા યોજ્યા હતાં. ધરણાની પરવાનગી ન હોવાથી ટાઉન પોલીસે તમામ કાર્યકરોની ધરપકડ કરી હતી.
અરવલ્લી : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલની માગ ઉઠી છે. સિવિલ હોસ્પિટલ વિના જિલ્લાના દર્દીઓને હિંમતનગર અથવા અમદાવાદ સુધી લાંબા થવુ પડે છે અને હાલ કોરોનાના સમયમાં દર્દીઓની હાલત વધુ ફફોડી થઇ છે. હોસ્પિટલના પ્રશ્નને લઇ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા કલેકટર પાસે દસ દિવસમાં જવાબ માંગ્યો હતો. કલેકટરે આ અંગે કોઇ જ જવાબ ન આપતા કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ અને જિલ્લા પ્રમુખ કમલેંદ્રસિંહ પુવાર સહિત આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરી સામે ધરણા યોજી સુત્રોચાર કર્યા હતાં. જોકે ધરણાની પરવાનગી આપવામાં આવી ન હોવાથી મોડાસા ટાઉન પોલીસે તમામની ધરપકડ કરી હતી.