મોડાસા સબ જેલમાં ભાગવદ કથાનું સમાપન, ભાગવત કથામાં જેલના કેદી ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લીધો - modasa
અરવલ્લી: ભાગવત કથાનું આયોજન સામાન્ય રીતે જાહેર સ્થળે પર કરવામાં આવે છે. પરંતુ મોડાસામાં ભાગવત કથાનું આયોજન સબજેલમાં કરવામાં આવ્યું હતુ. જેનાથી કેદીઓમાં નવી દીશાનો માર્ગ ચિંધાશે. મોડાસા સબ જેલમાં શ્રાવણ માસમાં શરૂ થયેલી ભાગવદ કથાનું ભાદરવા સુદ બીજે સમાપન થયું હતુ.

etv bharat arvalli
મોડાસા ખાતે આવેલી સબજેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પવિત્ર શ્રાવણ મહિનામાં શરૂ થયેલી ભાગવત કથાનું સમાપન થતાં જેલર સહિતનો સ્ટાફ જોડાયો હતો. જેલમાં આયોજત ભાગવત કથાના છેલ્લા દિવસે અંદાજે ચોવીસ જેટલા કેદી બંદુઓએ જેલમુક્ત થયા પછી સત્ય તેમજ લોકઉપયોગી કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કથાકારને દક્ષિણા સ્વરૂપે તમામ જેલના કેદી ઓને નવ જીવન શરૂ કરાવાની ભેટ આપી હતી. ભાગવત કથામાં જેલના બંધી ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લઇ સમાજ માટે કંઇક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મોડાસા સબ જેલમાં ભાગવદ કથાનું સમાપન