ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી - કલેકટર અમૃતેશ ઔરંગાબાદર

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠક કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાંથી તાલુકાના આરોગ્યના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી
અરવલ્લી જિલ્લામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી

By

Published : Jun 16, 2020, 7:44 PM IST

મોડાસા : આ બેઠકમાં જિલ્લામાં ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકા વિસ્તારમાં અને શહેરીજનોને ફલોરીનેશન કરેલું પાણી મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તો આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી કે સરપંચે પાણીની વ્યવસ્થા સુજ્જ છે કે નહીં તે બાબતનું ધ્યાન રાખે તેવી સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત નદીકાંઠા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થાય તો તેને પહોંચી વળવા આવા વિસ્તારમાં આરોગ્ય વિષયાંક સેવા સુદ્દઢ બનાવવા તેમજ તાલુકા કક્ષાએ ટીમ તૈયાર રાખવા જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી


જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્માએ ચોમાસા દરમિયાન ઝાડા ઉલ્ટી કે તાવ કે પાણી જન્ય રોગો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ પૂરતા પ્રમાણમાં સબ સેન્ટર ખાતે તૈયાર રાખવા જણાવ્યું હતું. તેમણે આરોગ્ય વિભાગના આશા બહેનો અને આરોગ્યના કર્મચારીઓને સેન્ટર પર હાજર રહેવા પણ જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી


આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતના વીડિયો કોન્ફરન્સમાં બ્લોક આરોગ્ય અધિકારી કૌશલ પટેલ તથા તાલુકા કક્ષાએ આરોગ્યના અધિકારીઓએ દરેક તાલુકાની કરેલી કામગીરી અને કરવાની થતી કામગીરી વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details