- અરવલ્લીમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ શરૂ કરવામાં આવ્યું
- 6 વર્ષથી 18 વર્ષ બાળકીઓને આશ્રય આપવામાં આવશે
- ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા દ્વારા તૈયાર કરાયું છે ચિલ્ડ્રન હોમ
- આ ચિલ્ડ્રન હોમનું જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું ઉદ્ઘાટન
મોડાસાઃ અરવલ્લીમાં 6 વર્ષથી 18 વર્ષ સુધીની કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતી દીકરીઓને આશ્રય આપવા માટે જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા દ્વારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લસ શરૂ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે કર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં કલેક્ટરે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સનું ઉદ્ઘાટન કર્યું જાણો, આ સંસ્થાનો મુખ્ય હેતું આ સંસ્થા થકી અનાથ, એકવાલી, જીવલેણ રોગનો ભોગ બનેલા માતાપિતાની બાળકીઓ, આર્થિક રીતે અક્ષમ, ગુમ થયેલી કે મળી આવેલી બાળકીઓને સમાજના મુખ્ય પ્રવાહમા લાવી યોગ્ય પુનસ્થાપન કરવામાં આવશે. આ ઉપરાત સંસ્થા દ્વારા ઘર જેવા વાતાવરણમા ભોજન, શિક્ષણ, આરોગ્ય અને તહેવારની ઉજવણી તેમ જ મનોરંજન સાથેની સુવિધાઓ ઊપલબ્ઘ કરાવવામાં આવશે. સમાજ સુરક્ષા ખાતુ, ગાધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા 9 સપ્ટેમ્બર 2020ના રોજ મંજૂર કરેલી આ સંસ્થા 24X7, 401,અમરદીપ સોસાયટી,જુની આરટીઓ મોડાસા ખાતે કાર્યરત રહેશે.
6 વર્ષથી 18 વર્ષ બાળકીઓને આશ્રય આપવામાં આવશે કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકાર અનિલ ધામેલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રોગામ ઓફિસર, મહિલા અને બાળ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિમ્મતનગર અને અરવલ્લી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બિહોલા, ચાઈલ્ડ વેલફેર કમિટી તેમ જ ચાઈલ્ડ લાઈન ટિમ વગેરે હાજર રહ્યા હતા.