બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ અરવલ્લી જિલ્લા કલેક્ટરે આ વિસ્તારમાં આચારસંહિતા અંગેની માહિતી જાહેર કરવા માટે બેઠક યોજી હતી. જેમાં આચારસંહિતાના અમલ અને તેના અમલ ક્ષેત્રની પણ સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી. આચાર સહિંતા બાયડ વિધાનસભા ક્ષેત્રમાં અમલમાં આવી છે અને તેનાથી વિધાનસભા વિસ્તારમાં આવતા માલપુર અને બાયડ બંને તાલુકામાં આચારસંહિતાનો અમલ મૂકવામાં આવ્યો છે. જિલ્લાના અન્ય તાલુકા વિસ્તારમાં આચારસંહિતાની કોઈ જ અસર થશે નહીં. આમ, લોકોની આચાર સંહિતાથી પડતી હાલાકીનો સામનો કરવો નહીં પડે અને વિકાસના કામોને પણ કોઈ વિઘ્ન નહીં આવે.
બાયડ વિધાનસભાની ચૂંટણી અંગે કલેકટરે પ્રેસ કોન્ફરન્સ યોજી - જિલ્લા કલેક્ટર
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી છે. જિલ્લા કલેક્ટર આચારસંહિતા અંગે વિગતો જાહેર કરી હતી કે બાયડ વિધાનસભા વિસ્તારમાં જ આચારસંહિતા અમલમાં રહેશે અને તેનો ચુસ્ત અમલ કરવામાં આવશે. બાયડ વિધાનસભાની ચૂંટણી અંગે કલેકટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

સ્પોટ ફોટો
બાયડ વિધાનસભાની ચૂંટણી અંગે કલેકટરે પ્રેસ કોન્ફરન્સ યોજી
આચારસંહિતાને લઇને માલપુર અને બાયડ એમ બંને તાલુકામાં અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને આચાર સહિતા સૂચવેલ નિર્દેશ અનુસાર તમામ પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનારા EVM મશીન અને VVPAT મશીનનોની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.