- અરવલ્લીમાં તાપમાનનો પારો ઘટતા લોકો તાપણાના સહારે
- જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધ્યુ
- આગામી થોડા દિવસો સુધી તાપમાન યથાવત રહેશે
મોડાસાઃ અરવલ્લીમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટી જતાં ઠંડીની અસર વધી રહી છે. અરવલ્લીમાં બુધવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીની અસરમાં વધારો થયો છે.
અરવલ્લીમાં તાપમાનનો પારો ઘટતા લોકો તાપણાના સહારે જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનું જોર વધ્યુંવાતાવરણમાં કડકડતી ઠંડીનું આગમન થયું છે. મોડાસામાં તાપમાન નીચે સરકી 18 ડીગ્રી પર રહ્યું હતું. જોકે વહેલી સવારે તાપમાન વધુ ચાર ડીગ્રી નીચે હોય છે. સુસવાટા મારતા પવનથી બપોરના સમયને બાદ કરતા વાતાવરણમાં ઠંડક રહે છે. મોડી સાંજે મોડાસા શિતલહેરોના સંકજા આવવાની સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો માટે ઠંડીથી બચવા તાપણું એક માત્ર સહારો છે.
આગામી થોડા દિવસો સુધી તાપમાન યથાવત રહેશે
રાત્રી દરમિયાન ઝુંપડપટ્ટી અને ફુટપાથ પર રહેતા લોકો તાપણી કરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે તો સવારે કામ પર જતા પહેલા મજુર વર્ગ પણ હાથ શેકતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા દિવસ સુધી તાપમાન યથાવત રહેશે.