રવિવારે અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરીએ સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસ.પી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી. તેમજ અપમૃત્યુ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે.
મોડાસા યુવતીના અપમૃત્યુ મામલે CIDની તપાસનો ધમધમાટ શરૂ - અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરીએ સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમાર
અરવલ્લી: જિલ્લાના મોડાસાના સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે. 4 આરોપીઓમાંથી ૩ આરોપીઓ પોલીસ રીમાન્ડ પર છે. ત્યારે ડી.જી.પી શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરી પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની સીટની રચના કરવામાં આવી છે.
![મોડાસા યુવતીના અપમૃત્યુ મામલે CIDની તપાસનો ધમધમાટ શરૂ death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5767123-thumbnail-3x2-arrr.jpg)
અરવલ્લી
મોડાસાના સાયરા(અમરાપુર) ગામની યુવતીના અપમૃત્યુ મામલે CID તપાસનો ધમધમાટ શરુ કર્યો
પ્રથમ દિવસે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાની સાથે સી.આઇ.ડી ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી. તેમાં વડલાના ઝાડથી મૃતદેહની જગ્યા સુધી ઊંચાઈ માપવામાં આવી હતી. તેમજ આજુબાજુ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. તે ઉપરાંત ઘટના સ્થળની મુલાકાત પછી સીઆઇડી ક્રાઇમની ટીમે પીડિતાના પરિવાર સાથે બેઠક કરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. પીડિતાના મોત મામલે રહસ્ય ઉકેલવા સી.આઇ.ડી ક્રાઇમે તપાસ તેજ કરી દીધી છે.