ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીઃ દેવનીમોરી ખાતેના જૂથ પાણી પુરવઠા યોજનાં પ્લાન્ટમાંથી ક્લોરીન ગેસ લીકેજ, 2 ગામને અસર

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા દેવનીમોરી ખાતેના જૂથ પાણી પુરવઠા યોજનાં પ્લાન્ટમાંથી ક્લોરીન ગેસ લીકેજ થતા આસપાસના 2 ગામોના લોકોને અસર થઇ છે. જેથી જિલ્લા કલેક્ટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

દેવાનીમોરી ખાતેની જૂથ પાણી પુરવઠા યોજનાં પ્લાન્ટ માંથી ક્લોરીન ગેસ લીકેજ, બે ગામોને અસર
દેવાનીમોરી ખાતેની જૂથ પાણી પુરવઠા યોજનાં પ્લાન્ટ માંથી ક્લોરીન ગેસ લીકેજ, બે ગામોને અસર

By

Published : Sep 4, 2020, 6:18 PM IST

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા દેવનીમોરી ખાતેના જૂથ પાણી પુરવઠા યોજનાં પ્લાન્ટમાંથી ક્લોરીન ગેસ લીકેજ થતા આસપાસના 2 ગામના લોકોને અસર થઇ છે. આ વિસ્તારમાં ગેસ ફેલાતાં લોકોને ગુંગળામણ અને ખાંસીની અસર થઇ હતી. જેથી જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિઓને વધુ અસર થતા શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દેવનીમોરી ખાતેના જૂથ પાણી પુરવઠા યોજનાં પ્લાન્ટમાંથી ક્લોરીન ગેસ લીકેજ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા દેવનીમોરી ગામમાં શુક્રવારે વહેલી સવારે જૂથ પાણી પુરવઠા યોજનાના પ્લાન્ટમાંથી ક્લોરીન ગેસ લીકેજ થતા આસપાસના 2 ગામમાં ગેસ પ્રસર્યો હતો. અંદાજીત 60 કિલો ગેસ વિસ્તારમાં ફેલાતાં લોકોને ગુંગળામણ અને ખાંસીની અસર શરૂ થઇ હતી. જેથી વહીવટી તંત્ર તાબડતોડ હરકતમાં આવ્યું હતું.

ગેસ લીકેજ પર કાબૂ મેળવવા મોડાસાથી તાત્કાલીક ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details