મોડાસામાં નિર્માણાધીન શાળામાં ત્રણ શાળાઓ ચાલતી હતી. જે પૈકી એક શાળા ગામતળ વિસ્તારની સાંકળી ગલીઓમાં ભાડાના મકાનમાં બીજા માળે ચાલી રહી છે. છેલ્લા ચાર વર્ષથી કોઈપણ જાતની ભૌતિક સુવિધા વિના આ શાળામાં કુલ 150 બાળકો અભ્યાસ કરે છે. બાળકો માટે પીવાના પાણી અને શૌચાલયની પણ સુવિધા નથી. એક ઓરડામાં શાળાના ત્રણ વર્ગ, ઓફીસ તેમજ મધ્યાહન ભોજનનું રસોડું ચાલી રહ્યું છે.
મોડાસાની શાળામાં એક જ ઓરડામાં 3 વર્ગ, ઓફીસ અને મધ્યાહન ભોજનનું રસોડું - gujaratinews
અરવલ્લી: જિલ્લામાં આવેલા મોડાસા નગરના કોર્ટ વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત શાળા નં.5 થી 7ની શાળા જર્જરીત થઈ ગઈ હોવાથી ચાર વર્ષ અગાઉ જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ શાળામાં સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો માટે છેલ્લાં ચાર વર્ષથી વૈકલ્પિક વ્યવસ્થા ભાડાના મકાનમાં કરવામાં આવી છે. જોકે આ વ્યવસ્થાને ઘેર વ્યવસ્થા કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.
મહત્વનું છે કે, સુરતની ઘટના પછી પણ બીજા માળે આવેલા શાળામાં જવા આવવા માટે એક સાંકળી સીડી છે અને ફાયર સેફ્ટીના કોઈ સાધનો ઉપલબ્ધ નથી. આ ત્રણ શાળાઓના 500થી 600 બાળકો અલગ-અલગ સ્થળે ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે. જેની મળતી માહિતી અનુસાર ભાડું પણ ચૂકવાયું નથી. આ ભાડાના મકાનનું ભાડું શિક્ષકો પોતે ભોગવે છે. વધુમાં જાણવા મળ્યું કે, આ શાળાનું નિર્માણ કાર્ય ફક્ત 11 માસમાં પૂર્ણ કરવાનું હતું.
કોઈપણ સરકારી બાંધકામની સાઇટ પર કોન્ટ્રાક્ટરનું નામ, કાર્યની વિગત તેમજ કામ પૂર્ણ થવાની તારીખ હોય છે, આ સ્થળ પર આવું કશું જોવા મળતું નથી. આથી શાળાના બાંધકામમાં "અચોક્કસ" સમય લાગશે તેવું કહેવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ નથી.