- માલપુર પોલીસ લાઈનમાં આવેલા મેદાન પર બગીચા અને ગાર્ડનનું નિર્માણ
- મેદાન ડમ્પીંગ સાઇટ તરીકે વપરાતા ગંદકીનું સામ્રાજ્ય હતું
- સુંદર બગીચામં પરિવર્તિત થતા પોલીસલાઈનના મેદાનની રોનક બદલાઇ
અરવલ્લી: જિલ્લાના માલપુર પોલીસ લાઇનની નજીક આવેલું ખુલ્લું મેદાન વર્ષોથી ડમ્પીંગ સાઇટ તરીકે વપરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું. જોકે માલપુર પોલીસ સ્ટેશનના PSI સોલંકીના પ્રયત્નો અને ધી માલપુર નાગરિક સહકારી બેન્કના સહયોગથી આ સ્થળ પર બાલક્રિડાંગણ અને બગીચો તૈયાર કરવામાં આવ્યો છે.
માલપુર પોલીસ સ્ટેશનમાં બાલક્રિડાંગણનું લોકાર્પણ કરવામાં આવ્યું માલપુર પોલીસ સ્ટેશનમાં બાલક્રિડાંગણનું લોકાર્પણ કરવામાં આવ્યું વૃક્ષો અને સ્વચ્છતાથી આવે છે સકારાત્મક ઉર્જા
આ સ્થળ સુંદર બગીચામાં પરિવર્તિત થતા પોલીસ લાઈનના મેદાનની રોનક બદલાઇ ગઇ છે. DYSP ભરત બસીયા, માલપુર PI એફ એલ રાઠોડ અને એન.એમ.સોલંકીની ઉપસ્થિતિમાં બગીચા અને બાળક્રીડાંગણને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે DYSP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈનમાં સારા વૃક્ષો અને સ્વચ્છતાથી સકારાત્મક ઉર્જા આવે છે.