- કોરોનાના પગલે સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ
- આ રાત્રે લોકો તેમના પરિવારના મૃતકો માટે પણ પ્રાર્થના કરે છે
- આ દિવસ પવિત્ર રમજાન મહિનાની શરૂઆતના 15 દિવસ પહેલા ઉજવવામાં આવે છે
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં શબ-એ-બારાતની ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના મુસ્લિમ લોકોએ રવિવારના રોજ સૂર્યાસ્ત પછી તહેવારની ઉજવણી કરી હતી. જોકે કોરોનાની ગાઇનલાઇનનું પાલન કરી મોટા ભાગના લોકોએ કબ્રસ્તાનમાં જીયારત કરવાનું ટાળ્યુ હતું અને ઘરે રહીને ઇબાદત કરી હતી. શબ-એ-બારાતના દિવસે શ્રદ્વાળુઓ ઉપવાસ કરે છે અને વર્ષ દરમિયાન કોઇના સાથે ઝઘડો કે મનદુ:ખ થયું હોય તો માફી માંગે છે. આ દિવસ પવિત્ર રમજાન મહિનાની શરૂઆતના લગભગ 15 દિવસ પહેલા ઉજવવામાં આવે છે. શબ-એ-બરાત શબ અને બારાત એમ બે શબ્દોથી બનેલો છે. શબ એટલે રાત અને બારાત એટલે નિર્દોષ છૂટકારો અથવા મુક્તિ. મુસ્લિમો માટે આ રાત ઇબાદતની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર રાત્રે, બધા માણસોનું ભાગ્ય આગામી વર્ષ માટે નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃઅંબાજીમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે હોલિકા દહન કરવામાં આવ્યું
શબ ક્યારે શરૂ થાય છે ?