મોડાસામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી - Prime Minister Narendra Modi
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં 26 જાન્યુઆરીના રોજ 71મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, એસ.પી., ડી.ડી.ઓ. સહિત અન્ય અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મોડાસા
મોડાસા: અરવલ્લી જિલ્લાના લોકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા આરોગ્ય રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જેમણે આઝાદીની ચળવળમાં બલીદાન આપ્યા છે, તેમણે શ્રેષ્ઠ ભારતના નિર્માણ સાથે સ્વરાજ થકી સુ-રાજ્યની સ્થાપનાની કલ્પના પણ કરી હતી. ભારતવાસીઓને આજે સાચા અર્થમાં સુ-રાજની અનુભૂતિ થઈ રહી છે. તેમણે કહ્યું કે, ગાંધીજીના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં સાકાર કર્યું છે.