- મોડાસામાં પોલીસ શહીદ દિવસની ઉજવણી
- રક્તદાન કેમ્પનું આયોજન
- મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર
અરવલ્લી: જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લીપ સ્કૂલમાં રેડ ક્રોસ મોડાસાના સહયોગથી પોલીસ શહીદ દિવસ મનાવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા સહિત મોટી સખ્યામાં પોલીસ કર્મીઓએ રક્તદાન કર્યુ હતું.
મોડાસામાં પોલીસ શહીદ દિવસની ઉજવણી
મોડાસમાં પોલીસ શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવારે DSP કચેરી ખાતે પોલીસ ફોર્સમાં સેવા બજાવતી વખતે શહિદ થયેલા પોલીસના જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
અરવલ્લીમાં પોલીસ શહીદ દિવસની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન
લીપ સ્કૂલમાં રેડ ક્રોસ અરવલ્લીના સહયોગથી પોલીસ શહિદોની યાદમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત તાલુકાઓના PI તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રકતદાન કર્યુ હતું. આ કાર્યક્રમનું આયોજન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી દોલતસિંહ દ્વારા કરવામાં આવ્યુ હતું.
અધિકારીઓની ઉપસ્થિતિ
આ પ્રસંગે રેડ ક્રોસ અરવલ્લીના પ્રમુખ ભરત પરમાર , ભાજપના અગ્રણી કનુભાઈ પટેલ, એ.પી.સંજય ખરાત, ટાઉન PI વાધેલા તેમજ મોટી સખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી દોલતસિંહ દ્વારા કરવામાં આવ્યુ હતું.