અરવલ્લી: અરવલ્લી જિલ્લાના જાયન્ટસ ગ્રુપ મોડાસા દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ સહિતની જગ્યાઓએ વૃક્ષારોપણ કરવાનું આયોજન છે.
મોડાસામાં જાયન્ટસ ગૃપ દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરાઈ - બુટાલા સર્વોદય હાઈસ્કૂલ
ચોમાસાની ઋતુમાં વધુમાં વધુ વૃક્ષો ઉગાડવાના સંકલ્પ સાથે અરવલ્લી જિલ્લાના જાયન્ટસ ગ્રુપ મોડાસા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જાયન્ટ્સ ગુપ મોડાસા દ્વારા આગામી 25 જુલાઈ એટલે એક સપ્તાહ સુધી વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

જાયન્ટસ ગૃપ દ્રારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી
જાયન્ટસ ગૃપ દ્રારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી
આ અનુસંધાને મોડાસાની સરકારી આઈટીઆઈ, શ્રી.સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલ તેમજ મોડાસા સબ જેલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોડાસાની સબ જેલ બહાર ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ જેલ સ્ટાફ સહિત જાયન્ટ્સ ગ્રુપના સભ્યો જોડાયા હતાં.