અરવલ્લી : સમગ્ર દેશ અને ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં સોમવારે સાંજે ઇસ્લામિક માસ (Eid ul Fitr 2022) શવ્વાલનો ચાંદ જોવાતા મંગળવારે ઈદુ ઉલ–ફીત્ર હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી હતી. જિલ્લાના મોડાસા સહિત મેઘરજ, બાયડ, ટીંટોઇ તેમજ અન્ય સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ તેમજ સ્થાનિક મસ્જીદોમાં મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદ મુબારક (Eid ul Fitr 2022 in Aravalli)પાઠવ્યા હતા.
હિંદુ-મુસ્લિમમાં ગુલ્ફામનો સંદેશો સર્જાયો -અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ પર આવેલ ઇદગાહ મસ્જીદમાં મુસ્લિમ બિરાદરોએ નિર્ધારીત સંખ્યામાં વહેલી સવારે 7.30 વાગે પહોંચી ઈદુ ઉલ-ફીત્રની નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ પછી ઇમામ સાહબ તેમજ મુક્તીદીઓએ અન્ય દુઆઓ સાથે દેશમાં અમન અને શાંતિ જળવાય રહે તેવી દુઆ કરી હતી. ત્યારબાદ સૌ એ એકબીજાને ગળે મળી ઈદ મુબારક (Eid Mubarak in Aravalli) પાઠવ્યા હતા. આ સમયે કેટલાક નેતાઓ સહિત કેટલાક હિંદુ ભાઇઓએ પણ મોડાસા ચાર રસ્તા પર ઉભા રહી મુસ્લિમ ભાઇઓને ઈદ મુબારક પાઠવી એકતા સંદેશો આપ્યો હતો.
આ પણ વાંચો :એક સાથે બે તહેવારને લઈને પોલીસનો એક્શન પ્લાન, ઇદ અને પરશુરામ જયંતિ પર રખાશે તકેદારી