તેમણે લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, 31મે ના રોજ મહેશ ઉપાધ્યાયની ચુંટણી અધ્યક્ષક તરીકે નિમણુંક પોતાના ઉમેદવારોને જીતાડવાના આશયથી બંધારણના નિયમો વિરુદ્ધ કરવામાં આવી છે. તદ્ઉપરાંત નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ ચૂંટણી બાળકોના શૈક્ષણિક હિતમાં નથી તેમજ શિક્ષકો પ્રચારમાં વ્યસ્થ થવાના કારણે બાળકોના શિક્ષણને અસર પડી રહ્યો છે.
અરવલ્લીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી રદ - election of district primary teacher
અરવલ્લીઃ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ વિવાદોના વમળમાં ઘેરાઇ ગઈ હતી. 7મી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં ચૂંટણી અધ્યક્ષની નિમણુંક અંગે વિવાદ ઉઠ્યા હતા. માધુપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આશા પ્રજાપતિ અને જે.એ. પ્રજાપતિએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એ.કે. પટેલને લેખિત અરજી કરી ચૂંટણી અધ્યક્ષની નિમણુંક અંગે રજુઆત કરતાં વિવાદ વકર્યો હતો .
અરવલ્લી
આ પત્રના અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એ.કે. પટેલે શિક્ષક સંઘના બંધારણની જોગવાઈઓ ચકાસી ચૂંટણીનું જાહેરનામું રદ કરતો આદેશ કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બંધારણની કલમ-(12) અને 15 (2) (3) મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે તેવી તાકીદ કરી હતી.