અરવલ્લીઃ જિલ્લાના બાયડના રેલવે ફાટક નજીક વર્ષોથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ધંધો કરતો બુટલેગર મોયા વિરૂદ્વ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે મંજૂર થતા LCB પોલીસે બુટલેગર રવિ મોહનભાઇ ઉર્ફે મોયોને ઝડપી સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો.
અરવલ્લીઃ બાયડના હિસ્ટ્રી સીટર બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા બાયડના નામચીન બુટલેગર મોયા સલાટ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા મેજીસ્ટ્રેટે બુટલેગર વિરૂદ્ધ પાસા હેઠળ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેથી અરવલ્લી LCB પોલીસે બુટલેગરની અટકાયત કરી સુરતની લાજપોર જેલ હવાલે કર્યો હતો.
બાયડના બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
કેટલાંક અધિકારીઓના છુપા આર્શિવાદથી મોયા છેલ્લા કેટલાય વર્ષોથી દારૂનો ધંધો કરી રહ્યો હતો. બુટલેગરની પાસા હેઠળ ધરપકડ થતા અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોઇ દેશી અને વિદેશી દારૂનું મોટાપાયે વેચાણ થાય છે. ત્યારે જોવું રહ્યું કે જિલ્લા પોલીસની આ કાર્યવાહીની શું અસર થાય છે.