- દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધ્યા
- અરવલ્લીથી અમદાવાદ જતી તમામ બસોના પૈડા થંભી ગયા
- સાવચેતીના પગલા રૂપે સરાકારે લીધો નિર્ણય
મોડાસા: દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાઇરસ વધુ પ્રસર્યો હોવાથી લોકોમાં દહેશત ફેલાઇ છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં ધરખમ વધારો થતાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા, અમદાવાદ શહેરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જેના પગલે શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાંથી આવતી તમામ એસટી બસોના પ્રવેશ અટકાવતા અરવલ્લી જિલ્લામાંથી અમદાવાદ જતી તમામ બસ પર રોક લગાવી દીધી છે.
અમદાવાદ જતી બસના તમામ રૂટ કામ ચલાઉ ધોરણે બંધ