- શામળાજી ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આરોપીના ભાઇએ કરી આત્મહત્યા
- પોલીસ દ્વારા સતત દબાણ અને અમાનુષી વર્તનથી આત્મહત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ
- 28 ઓગસ્ટે ગ્રેનેડ બ્લાસ્ટમાં બે લોકોનાં થયા છે મોત
અરવલ્લી: જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામમાં 28 ઓગસ્ટના રોજ હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ (Hand grenade blast in Godhkulla) થયો હતો. જેમાં રમેશ ફણેજાનું ઘટના સ્થળે મોત થયુ હતું. તેની ચાર વર્ષની દિકરીનું સારવાર દરમ્યાન મોત થયુ હતું. આ મામલે પોલીસે તપાસ માટે કેટલાક શંકમંદોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રમેશના ભાઇનો પણ સમાવેશ થાય છે. જેણે આજે શુક્રવારે ઝાડ પર ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, પોલીસના દમનથી ત્રાસી મૃતકે અંતિમ પગલુ ભર્યુ છે. યુવકે આત્મહત્યા કરતા એક જ પરિવારે હવે બે દિકરા અને એક બાળકી ગુમવતા પરિવારમાં માતમ છવાયો છે.
- પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો