અરવલ્લીઃ રાજસ્થાનમાં રહેતા આરોપીઓએ તેમના જ ભાઇનું કાશળ કાઢી મૃતદેહને ગુજરાતમાં ફેંકી દીધો હતો. પરંતુ બન્ને આરોપીઓને અરવલ્લી જિલ્લા પોલિસે રાજસ્થાન પોલિસની મદદથી ઝડપી લઇને મોટી સફળતા મેળવી છે.
ભાઇઓએ સગાભાઇની હત્યા કરી, મૃતદેહને પોટલામાં બાંધી ફેંકી દીધો - arvlii latest news
અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં યુવકની હત્યા મામલે પોલિસે ભેદ ઉકેલી બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા. 8 ફેબ્રુઆરી 2020ના રોજ મેઘરજમાં રાજસ્થાનના એક યુવકનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલિસની પકડમાં ઉભેલા આ બે શખ્સોએ તેમના જ ભાઈની હત્યા કરીને લાશને મેઘજરના મોટી મોરી ગામની સીમમાં પોટલામાં લપેટીને દોરીથી બાંધી સગેવગે કરી હતી. આરોપીઓએ મૃતદેહને એક દિવસ અને એક રાત તેમના જ ઘરમાં રાખી મૂકી રાખી હતી અને ત્યારબાદ રાજસ્થાનથી પાંચ કિલોમિટર ગુજરાતની સીમમાં મેઘરજ નજીક, રોડ પર ફેંકીને નાસી ગયા હતા. મૃતદેહ અંગે સ્થાનિકોએ પોલિસને જાણ કરી હતી અને આ સમગ્ર મામલે જિલ્લા એલ.સી.બી, પેરોલ ફ્લો સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલિસે આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતા. હત્યાની ઘટનામાં વપરાયેલી બાઈક તેમજ અન્ય સામગ્રીને કબ્જે કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી.