ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના ભિલોડામાં WHOના સૂત્ર હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો - હિંમતનગરની જનરલ હોસ્પિટલ

અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના ટાંકાટુંકા ગામમાં G.M.E.R.S મેડિકલ કોલેજ સંલગ્ન હિંમતનગરની જનરલ હોસ્પિટલના બ્લડ બેન્ક વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ આ વર્ષનું સૂત્ર 'બી ધેર ફોર સમવન એલ્સ, ગીવ બ્લડ. શેર લાઈફ' સૂત્ર આપ્યું હતું. આ સૂત્રને સાર્થક કરવા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

અરવલ્લીના ભિલોડામાં WHOના સૂત્ર હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો
અરવલ્લીના ભિલોડામાં WHOના સૂત્ર હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Jun 2, 2021, 2:11 PM IST

  • ભિલોડાના ટાંકાટુંકા ગામમાં W.H.Oના સૂત્ર અંતર્ગત રક્તદાન કેમ્પનું કરાયું આયોજન
  • GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હિંમતનગરની જનરલ હોસ્પિટલની બ્લડ બેન્ક વિભાગે કર્યું આયોજન
  • W.H.Oએ 'બી ધેર ફોર સમવન એલ્સ, ગીવ બ્લડ. શેર લાઈફ' આપ્યું હતું સૂત્ર

અરવલ્લીઃ દર વર્ષે આજના દિવસે W.H.O (વિશ્વ આરોગ્ય સંસ્થા) એક સૂત્ર નક્કી કરે છે. ત્યારે આ વખતે 'બી ધેર ફોર સમવન એલ્સ, ગીવ બ્લડ. શેર લાઈફ' આ સૂત્ર નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આ સૂત્ર અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આવેલા ટાકાટૂંકા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હિંમતનગરની જનરલ હોસ્પિટલની બ્લડ બેન્ક વિભાગે કર્યું હતું.

GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હિંમતનગરની જનરલ હોસ્પિટલની બ્લડ બેન્ક વિભાગે કર્યું આયોજન

આ પણ વાંચો-કેન્દ્ર સરકારમાં ભાજપે 7 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી નડીયાદમાં ભાજપ મહિલા મોરચાએ રક્તદાન કેમ્પ યોજ્યો

ટાકાંટુંકાના એક વ્યક્તિની શ્રદ્ધાંજલિ નિમિત્તે 115 જેટલા યુવાનો ધ્વારા રક્તદાન કરાયું

ભિલોડાના ટાકાટુંકા ગામમાં યોજાયેલો રક્તદાન કેમ્પ ઉત્તર બારેશી આંજણા ચૌધરી સમાજ દ્વારા ગામના સ્વ. સંજય ચૌધરીની શ્રદ્ધાંજલિ નિમિત્તે યોજાયો હતો, જેમાં 115 યુવાનોએ રક્તદાન કર્યું હતું. નોંધનીય છે કે, ભિલોડા પંથકમાં સૌપ્રથમ વાર આટલો મોટો રક્તદાન શિબિર યોજાતા એક ભાવત્મકતાનો સેતુ બંધાયો હતો.

આ પણ વાંચો-અમદાવાદ: પાટડીમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


“દેશ હમે દેતા હે સબકુછ હમ ભી તો કુછ દેના શીખે” ઉક્તિને સાર્થક કરાઈ

દેશ હમે દેતા હે સબકુછ હમ ભી તો કુછ દેના શીખે” આ ઉક્તિને સાર્થક કરતાં ભિલોડા તાલુકાના ટાકાંટુંકા ગામના ઉત્તર બારેશી આંજણા ચૌધરી સમાજના યુવાનો અને GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિમ્મતનગરના સહકારથી આ કેમ્પનું આયોજન કરાયું હતું. તમામ લોકોએ સૌ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details