અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તેમજ કોલેજ પરિવારના સંયુક્ત ઉપક્રમે બેંક ઓફ બરોડાના 112મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન તેમજ મ.લા ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળનાના પ્રમુખ નવીનચંદ્ર મોદી, સાયન્સ કોલેજના પ્રભારી સુરેન્દ્ર ભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
બેંક ઓફ બરોડાએ 112મા સ્થાપના દિવસ નિમિત્તે અહીં યોજ્યો બ્લડ ડોનેશન કેમ્પ - ARVALLI
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં બેંક ઓફ બરોડાના 112મા સ્થાપના દિવસ નિમિત્તે મોડાસા કોલેજ કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું.
ARL
બેંક ઓફ બરોડાના 112મા સ્થાપના દિવસ નિમિત્તે બેંક દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ તેમજ NSSના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.