બન્ને પક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બાયડ પ્રાંત અધિકારીની ઓફીસ ખાતે પહોંચ્યા હતા. ધવલસિંહ ઝાલા સાથે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સાથે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે હતા. બાયડ વિધાનસભામાં યોજાયેલી ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા જીત્યા હતા. જોકે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. તેમણે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા - election in arvali
અરવલ્લીઃ બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. બન્ને પક્ષના ઉમેદવારો મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બાયડ પ્રાંત અધિકારીની ઓફીસ ખાતે પહોંચ્યા હતા. ધવલસિંહ ઝાલા સાથે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સાથે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
બીજી બાજુ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય જશુભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવતા તેઓએ ઉમેદારી પત્ર ભર્યું હતું. જશુભાઈ પટેલ સહકાર ક્ષેત્રે અગ્રણી નેતા છે અને સાબર ડેરીમાં ડિરેકટર છે.