- મોડાસાના ડુઘરવાડામાં સીનીયર સીટીઝન હોલનુ થયુ ભૂમિપૂજન
- જિલ્લા પ્રભારી અને પ્રધાન રમણ પાટકરના હસ્તે ભૂમિપૂજન
- નિવૃત તલાટી કમ મંત્રીનું રમણ પાટકરના હસ્તે સન્માન
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડા ખાતે સીનીયર સીટીઝન હોલનુ ભૂમિપૂજન કરવામનાં આવ્યુ છે. રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ અને જિલ્લા પ્રભારી પ્રધાન રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યુ હતું . આ પ્રસંગે રમણ પાટકરે રાજય સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી.
સીનીયર સીટીઝન અને વિધાર્થીઓને પુસ્તકો વાંચવાનો લાભ મળશે
જિલ્લાના મોડાસાના ડુગરવાડામાં રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન અને જિલ્લા પ્રભારી રમણ પાટકરના હસ્તે સીનીયર સીટીઝન હોલનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. પ્રાસંગિક પ્રવચનમાં રમણ પાટકરે જણાવ્યુ હતુ કે, ડુઘરવાડા જેવા પ્રગતિશીલ ગામમાં નવીન હોલ બનવાથી સીનીયર સીટીઝન અને વિધાર્થીઓને સારા પુસ્તકો વાંચવાનો લાભ મળશે. આ ઉપરાંત તેમણે ગામમાં બાકી રહેતા રસ્તા, તળાવ, રમત-ગમતનું મેદાન અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી.