દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબે કરેલા કાર્યો અને બંધારણીય અધિકારીકતાની જાગૃતિ માટે ભીમ ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં બહુજન સાહિત્યકાર વિશન કાથડેએ ભજન પીરસી લોકોને ડોલાવ્યા હતા.
મોડાસાના દઘાલીયા ગામે "એક શામ ર્ડો.ભીમરાવ કે નામ” ડાયરાનું આયોજન - અરવલ્લી સમાચાર
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના દઘાલીયા ગામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રવિવારે રાત્રે “એક શામ ર્ડો. ભીમરાવ કે નામ” ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું.
![મોડાસાના દઘાલીયા ગામે "એક શામ ર્ડો.ભીમરાવ કે નામ” ડાયરાનું આયોજન etv](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5778577-thumbnail-3x2-modasa.jpg)
મોડાસાના દઘાલીયા ગામે "એક શામ ર્ડો.ભીમરાવ કે નામ” ભીમ ડાયરો યોજાયો
ભીમ ડાયરામાં અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના અનુ.જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જેમાં વિશન કાથડે સાયરા 19 વર્ષીય “નિર્ભયા” ને ભજનરૂપી શ્રદ્ધાંજલિ આપી હતી.